દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
દાહોદ શહેરમાં કાયદો-વ્યવસ્થા, રોડ સેફ્ટી અને અનધિકૃત દબાણો હટાવવા બાબતે તંત્ર દ્વારા વિશેષ ભાર
દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કાયદો અને વ્યવસ્થા, રોડ સેફ્ટી તેમજ અનધિકૃત દબાણો અંગેની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કરવામાં આવેલી કડક કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ખેડૂતોને પાક સંરક્ષણ માટે આપવામાં આવેલા હથિયારના પરવાના અને પાસા (PASA) હેઠળ થયેલી કાર્યવાહીની પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી.
રોડ સેફ્ટી અંગેની સમીક્ષા દરમિયાન જિલ્લામાં નોંધાયેલા અકસ્માતો અને તેમાં થયેલા મૃત્યુની આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી હતી. ગત મહિના દરમિયાન થયેલી કામગીરી જિલ્લા કલેક્ટરશ્રીના ધ્યાને મૂકવામાં આવી હતી. અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે કલેક્ટરશ્રી�
Dohad, Dahod | Sep 11, 2026