હાલોલ: હાલોલ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, અમરાપુરી ગામના કોતરમાંથી ₹1.54 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો
હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના PI વી.એચ.જાડેજા ટીમ સાથે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અમરાપુરી ગામે રહેતો રાકેશકુમાર બારીયા ગામની સીમમાં આવેલા એક કોતરમા વિદેશી દારૂ સંતાડી રાખીને તેના વેચાણ કરવાની પેરવી કરી રહ્યો છે જેથી બાતમીના આધારે પોલીસે તે સ્થળે દરોડો પાડી કુલ ₹1,54,068 નો પ્રોહીબિશન મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.જેની માહિતી તા.4 જુલાઈ રાત્રે 7 કલાકે પોલીસે પ્રેસનોટ ના માધ્યમથી આપી હતી