ગાંધીધામ: કચ્છ જિલ્લા માંથી તડીપાર થયેલ ઇસમને કિડાણા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ગાંધીધામ “બી” ડિવિઝન પોલસ
બી ડિવિઝન પોલીસ દ્વારા ગુનાહિત પ્રવૃતિ કરતા ઇસમને સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ-અંજાર દ્વારા કચ્છ જિલ્લામાંથી તડીપાર કરવામાં આવેલ હોવા છતાં તે ઇસમ કચ્છ જિલ્લાના હદમાં કોઈપણ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી લીધા વગર પ્રવેશ કરેલ હોવાની માહિતીના આધારે કિડાણા ખાતેથી પકડી પાડવામાં આવ્યો હતો.આ અંગે આરોપી ફિરોજ ઉર્ફે ફિરીયો ઇબ્રાહિમ કટીયા વિરુદ્ધ તડીપાર હુકમનો ભંગ કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.