ગાંધીધામ: હરિદ્વાર યાત્રાના નામે ઠગાઈનો આક્ષેપ, રૂપિયા લઈને સંચાલકો ફરાર ;યાત્રાળુઓ આદિપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા
આદિપુરમાં ધાર્મિક યાત્રાના નામે કથિત ઠગાઈનો મામલો સામે આવતા યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હરિદ્વારમાં વિશાળ ધાર્મિક કથા અને યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું કહી અનેક લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાના આક્ષેપો થયા છે. આજે યાત્રા માટે નિર્ધારિત સ્થળે પહોંચેલા યાત્રાળુઓને સંચાલકોનો કોઈ પત્તો ન લાગતા મામલો ગરમાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, યાત્રાના આયોજન સાથે સંકળાયેલા લોકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે.