અંજાર: સરહદ ડેરી દ્વારા આકસ્મિક મૃત્યુ પામનાર સભાસદના વારસદારને ડેરી ખાતે વીમાની સહાયની ચુકવણી કરવામાં આવી
Anjar, Kutch | Apr 7, 2026 તારીખ 07/04/2026 ના રોજ મંડળીઓના દિવંગત સભાસદના વારસદારને 1 લાખ રૂપિયા વીમા સહાયની ચુકવણી કરવામાં આવી. માંડવી તાલુકાના રાજપર શીત કેન્દ્રની વડવા કાયા પટેલવાસ મંડળીમાં દૂધ ભરાવતા પશુપાલક સ્વ.ભાવસંગજી અજુભા જાડેજા નુ આકસ્મિક અવસાન થયેલ જે પેટે આજ રોજ તેમના વારસદાર રાજુબા ભાવસંગજી જાડેજા વતી તેમના પુત્ર નિલેષસિંહ ભાવસંગજી જાડેજા ને 1 લાખ નો ચેક સરહદ ડેરી ખાતે અર્પણ કરવામાં આવ્યો.