અંજાર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અન્વયે દુધઈ વિસ્તારમાં પોલીસનું સઘન ફૂટ પેટ્રોલિંગ
Anjar, Kutch | Apr 21, 2026 રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ દુધઈ પી.આઈ. એન.બી. ડોડીયાના નેતૃત્વમાં હથિયારો જમા લેવા, અસામાજિક તત્વો પર નજર રાખવા, વાહન ચેકિંગ તેમજ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. દુધઈ પોલીસ દ્વારા નવી દુધઈ બજાર, જૂની દુધઈ બજાર, ધમડકા ગામ તેમજ ચકારમોરા વાંઢ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરીને લોકોને સુરક્ષા અંગે વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કડક બંદોબસ્ત ગોઠવાયો છે.