ગાંધીધામ: મનપા પરિણામ: ભાજપનો દબદબો, કોંગ્રેસે પણ નોંધપાત્ર જીત નોંધાવી : ટોટલ 52 સીટમાંથી ભાજપ 41, કોંગ્રેસ 11 અન્ય 0
ગાંધીધામ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે દબદબો જાળવ્યો છે. ભાજપે કુલ 41 બેઠકો જીતી છે, જ્યારે કોંગ્રેસે 11 બેઠકો પોતાના ખાતામાં ઉમેરેલી છે. કોંગ્રેસ માટે વોર્ડ નંબર 7 અને વોર્ડ નંબર 13માં સંપૂર્ણ પેનલ વિજયી રહી છે, જ્યારે વોર્ડ નંબર 9માં કોંગ્રેસના 3 ઉમેદવારો વિજયી બન્યા છે. આ પરિણામોથી શહેરમાં રાજકીય સ્પર્ધા છતાં ભાજપની મજબૂત સ્થિતિ સામે આવી છે.