Public App Logo
🚨 વસ્ત્રાલના નિરાંત ચોકડી પાસે AMTS બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત વસ્ત્રાલ વિસ્તારમાં નિરાંત ચોકડી પાસે AMTS બસ અને ટુ-વ્હીલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સ્થાનિકો અને ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હોવાની માહિતી મળી રહી છે. ઘટના બાદ સ્થાનિકોએ AMTS બસના ડ્રાઇવરને રોકી રાખ્યો હતો. કેટલાક લોકોએ ડ્રાઇવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે, જોકે આ અંગે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે. પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધ: આ માહિતી પ્રાથમિક અહેવાલો અને સ્થાનિકોના નિવેદનો પર આધારિત છે. પોલીસ તપાસ બાદ વધુ સત્તાવાર વિગતો સામે આવશે. 📍 સ્થળ: નિરાંત ચોકડી, વસ્ત્રાલ, Amdavad 🚨 સ્થિતિ: પોલીસ તપાસ ચાલુ #vastral #accident #busaccident #amts #ahmedabad (AMTS Bus Accident in Vastral, AMTS Bus Driver Held, Bus Accident in Ahmedabad, Bus Accident at Nirant Cross Road) - Ahmadabad City News