કચ્છના ભુજમાં શ્રાવણ માસના પ્રથમ સોમવાર અને નાગ પંચમીના અવસરે ભુજિયા ડુંગર પર પરંપરાગત ભુજિયા મેળો યોજાયો છે. રાજ પરિવારના પ્રતિનિધિ કુંવર ઇદ્રજિતસિંહ જાડેજાએ ભુજંગદેવની પૂજા-અર્ચના કરી મેળો ખુલ્લો મૂક્યો. આ મેળો કચ્છની ધાર્મિક પરંપરા સાથે ગૌરવશાળી ઇતિહાસ સાથે પણ જોડાયેલો છે. ઈ.સ. 1729માં ભુજિયા ડુંગર પર થયેલા યુદ્ધમાં કચ્છે મેળવેલા વિજયની યાદમાં દર વર્ષે આ મેળાનું આયોજન થાય છે. મેળા સાથે કચ્છમાં શ્રાવણી તહેવારોનો પણ પ્રારંભ થયો છે. ભુજ સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા છે. વેપારીઓએ વિવિધ દુકાનો સાથે જમાવટ કરી છે, જ્યારે સુરક્ષા માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
#Bhuj #BhujiaMela #NagPanchami #ShravanSomwar #KutchCulture #HumDekhengeNews