અંજાર: મિંદિયાળા ગામે શ્રી માંડલેશ્વર મહાદેવના પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે યોજાયો
Anjar, Kutch | May 2, 2026 અંજાર તાલુકાના મિંદિયાળા ગામ ખાતે આવેલ પ્રાચીન શ્રી માંડલેશ્વર મહાદેવ મંદિરે પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ વચ્ચે ભવ્ય રીતે યોજાયો હતો. આ પવિત્ર પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાસ ઉપસ્થિત રહી ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.મહોત્સવ અંતર્ગત વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ, હવન, પૂજા-અર્ચના અને પ્રાણપ્રતિષ્ઠા વિધિઓ પારંપરિક રીતે સંપન્ન થઈ હતી.