ગાંધીધામ: બી ડિવિઝન પોલીસે કાર્ગો વિસ્તારમાંથી ગેરકાયદેસર નશીલા પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપ્યો
ગાંધીધામ "બી" ડિવિઝન પોલીસે કાર્ગો આઝાદનગર વિસ્તારમાંથી 13.787 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે.પીઆઇ એસ.વી ગોજીયાની ટીમે બાતમીના આધારે રેલ્વે પાટા નજીક બાવળની ઝાડીમાં રેઇડ કરી વિકેશભાઇ રમેશભાઈ વાંસવરીયાને 6,89,350ની કિંમતના માદક પદાર્થ સાથે ઝડપી પાડયો હતો. આ જથ્થો ઓરિસ્સાના ચંદન નામના શખ્સે પૂરો પાડયો હોવાનું ખુલ્યું હતું. જે પકડવાનો બાકી હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે*