અંજાર: સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે લઘુમતી મોરચાના પ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા
Anjar, Kutch | Apr 13, 2026 અંજારમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અંજાર કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ યાસીન ચાકીએ પક્ષ સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીનો હાથ પકડતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. ટિકિટ વહેંચણીની પ્રક્રિયામાં પક્ષ દ્વારા અન્યાય કરવામાં આવ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરીને તેમણે કોંગ્રેસને રામ-રામ કર્યા છે. યાસીન ચાકીની સાથે અંદાજે ૧૦૦ જેટલા સક્રિય કાર્યકરો અને સમર્થકો પણ ભાજપમાં જોડાયા