અંજાર: વિશ્વ પર્યાવરણ દિવસે સતાપરના ગોવર્ધન પર્વતે જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
Anjar, Kutch | Jun 5, 2026 અંજાર તાલુકાના સતાપર ગામ સ્થિત ગોવર્ધન પર્વત ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી તથા વૃક્ષારોપણ કાર્યક્રમ રાજ્યના ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે મંત્રી ત્રિકમભાઈ છાંગાએ “એક પેડ માં કે નામ”અભિયાન સાથે જોડાઈ દરેક નાગરિકે વૃક્ષારોપણ સાથે તેનું જતન કરવાની જવાબદારી નિભાવવાનો સંદેશ આપ્યો હતો. કચ્છ-મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ પર્યાવરણ સંરક્ષણ માટે વર્ષભર જનભાગીદારી વધારવાની અપીલ કરી હતી