ખંભાત: ઉંદેલ જિલ્લા પંચાયતના સભ્ય મનીષભાઈ પટેલની સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન પદે નિયુક્તિ
આણંદ જિલ્લા પંચાયત ખાતે સામાન્ય સભા મળી હતી.જે દરમિયાન વિવિધ સમિતિની રચના અને હોદેદારોને નિયુક્ત કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, ખંભાતની ઉંદેલ જિલ્લા પંચાયત સીટ પર સભ્ય પદે મનીષભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા હતા.આજે નવા ચેરમેનોની નિયુક્તિ કરવામાં આવી હતી.જે દરમિયાન ઉંદેલ જિલ્લા પંચાયતના સભ્ય મનીષભાઈ પટેલની સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિના ચેરમેન પદે નિયુક્તિ કરવામાં આવી છે. જેને કારણે સમર્થકો, કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી.