ખંભાત: મીની સારંગપુર તરીકે ખ્યાતનામ વટાદરામાં શ્રી રોકડીયા હનુમાન મંદિરે ભક્તિનો મહામેળો, ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ખંભાત તાલુકાના વટાદરા ગામે આવેલ આસ્થાના પ્રતિક સમાન શ્રી રોકડિયા હનુમાન મઢી મંદિર સમગ્ર વિસ્તાર માટે શ્રદ્ધા અને ભક્તિનું અનોખું કેન્દ્ર બની ગયું છે. “મીની સારંગપુર” તરીકે પ્રસિદ્ધિ મેળવનાર આ મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટયા હતા અને દાદાના દર્શન કરી આત્મિક શાંતિ તથા ધન્યતાનો અનુભવ કર્યો હતો.આ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા હનુમાન જન્મોત્સવ અને દ્વિતીય પાટોત્સવને લઈને વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું.