જાંબુઘોડા: જાંબુઘોડા તાલુકામાં મામલતદાર અને TDO દ્વારા નીચાણવાળા વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતુ
જાંબુઘોડા તાલુકા વહીવટી તંત્ર પૂરતી સતર્કતા સાથે એલર્ટ મોડ પર આવી ગયું છે.સંભવિત ભારે વરસાદ દરમિયાન જનજીવન સુરક્ષિત રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા આગોતરા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જેના ભાગરૂપે તા.30 જુલાઈ ગુરુવારના રોજ જાંબુઘોડાના મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારી અને S.D.R.F.ની ટીમ સાથે કડા ડેમ તેમજ સુકી નદીના કાંઠે આવેલા નીચાણવાળા વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી