ગાંધીનગર: સે-24 ખાતેથી અંબાલાલ પટેલે નગરમાં ઠંડા પવનથી મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડાની આપી માહિતી
છેલ્લા એક સપ્તાહથી ઉત્તરીય ઠંડા પવનોની ગતિ મંદ પડી જતા નગરનો મહત્તમ અને લઘુત્તમ તાપમાનનો પારો ઉંચકાયો હતો. જેને પરિણામે દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ નગરવાસીઓ કરી રહ્યા હતા. તેની વચ્ચે વહેલી સવારથી ઉત્તરીય ઠંડા પવનોની હાજરીને પગલે નગરના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીના ઘટાડાને પગલે મહત્તમ તાપમાનનો પારો 28.6 ડિગ્રી નોંધાયો હતો.