ગાંધીનગર: સરગાસણમાં જોબ પરવાસીઓને નોટિસ અપાતા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરાઈ
શહેરમાં હાલ દબાણ ઝુંબેશ દરમિયાન ઝુંપડા હટાવવા કાર્યવાહી ચાલી રહી છે ત્યારે સરગાસણ તળાવમાં આવેલી ઝુંપડપટ્ટી દૂર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. આ મામલે ઝુંપડાવાસીઓ દ્વારા હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરીને તેઓ 40 વર્ષથી અહીં રહેતા હોવાથી ઝુંપડા દૂર કરવા સામે વૈકલ્પિક વસવાટ તરીકે આવાસ યોજનાનો લાભ આપવાની રજૂઆત કરવામાં આવી છે. આ મામલે હાઇકોર્ટ દ્વારા મહાનગરપાલિકાને જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે.