ગાંધીનગર: સે-11 ખાતે આવેલ બાબા સાહેબ આંબેડકર પ્રતિમા પાસે મહેસાણામાં બનેલ યુવતીની આત્મહત્યા બાબતે કેન્ડલ માર્ચ યોજાઈ
મહેસાણાના બાસણા મર્ચન્ટ કોલેજના અધ્યાપકો દ્વારા ટોચૅર કરવામાં આવતા કૉલેજની વિધાર્થીની ઉવૅશી શ્રીમાળીએ આપઘાત કરી લેતા મહેસાણા સહિત સમગ્ર રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા જેના પગલે કૉલેજના વિદ્યાર્થીઓ અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને ઉવૅશી શ્રીમાળીને આત્મહત્યાની દુષ્પ્રેરણા માટે જવાબદાર અધ્યાપકોની સામે કડક કાર્યવાહી કરવા અને મૃતક વિધાર્થીની ઉવૅશી શ્રીમાળીને ઝડપી ન્યાય માટે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા.