ગાંધીનગર: શેરથા વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી રોકવા માટે કરેલી કાર્યવાહીમાં બુટલેગરો ફરાર, રૂ.8.45 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો
ગાંધીનગરના શેરથા વિસ્તારમાં પોલીસે દારૂની હેરાફેરી રોકવા માટે કરેલી કાર્યવાહીમાં બુટલેગરો ફરાર થવામાં સફળ રહ્યા છે. અડાલજ પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનથી આવતી સફેદ ક્રેટા કારમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી હતી.પોલીસે શેરથા રાજપુરોહિત હોટલથી ટોલટેક્સ સુધીના માર્ગ પર બેરિકેટ્સ મૂકી નાકાબંધી કરી હતી. આ દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા, બુટલેગરોને પોલીસની નાકાબંધીની જાણ થઈ ગઈ હતી. પોલીસે રૂ.8.43 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.