ગાંધીનગર: સેક્ટર 26 માં રહેતી પરણેતાએ સાસરીયા પક્ષ સામે દહેજ અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાઈ
ગાંધીનગરમાં દહેજની માગણી અને આર્થિક શોષણનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સેક્ટર-26માં રહેતી 31 વર્ષીય મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પીડિતાએ ડિસેમ્બર 2022માં રાહુલ સુરેશભાઈ મોદી સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને મહેસાણા ખાતે સામાજિક રીતે રિસેપ્શન પણ યોજાયું હતું. લગ્નના માત્ર પાંચ દિવસ બાદ જ સાસરિયાઓએ 25 તોલા સોનું, 25 જોડી કપડાં, રૂ.10 લાખ રોકડા અને એક કારની માગણી કરી હતી.