ગાંધીનગર: ગાંધીનગરના ICD કન્ટેઇનર ડેપોમાં ₹2.32 લાખની લાંચ લેતા કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત 3 ઝડપાયા
ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ મોટી કાર્યવાહી કરતા જમીયતપુરાના ખોડીયાર ખાતેના આઇસીડી કન્ટેઇનર ડેપોમાંથી કસ્ટમ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.કસ્ટમ ઇન્સ્પેક્ટર સતીંદરપાલસિંહ કુલવંતસિંહે ફરિયાદીની કંપનીના કેમિકલ રો-મટીરિયલના 272 કન્ટેઇનર ક્લિયર કરવા માટે 2.32 લાખની લાંચની માગણી કરી હતી. આ કન્ટેઇનર્સ સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર દરમિયાન આવ્યા હતા. લાંચ આપવા ન માગતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.