અંજાર: ગૌમાતા સન્માન અભિયાન અંતર્ગત ભવ્ય કાર્યક્રમ અને રેલીનું આયોજન
Anjar, Kutch | May 7, 2026 અંજાર તાલુકામાં ગૌમાતા સન્માન અભિમાન અંતર્ગત ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મહત્વપૂર્ણ માંગ સાથે એક ભવ્ય કાર્યક્રમ અને રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અંજારના ઐતિહાસિક જડેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં ગૌભક્તો અને સંતોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય સરકાર સમક્ષ રાષ્ટ્રમાતાનો દરજજો આપવા માટે વિનંતી કરવાની હતી, જેના ભાગરૂપે લોકોએ એકસૂરે આ માંગને ટેકો જાહેર કર્યો હતો.