ખંભાત: ધર્મજ હાઇવે પર શિવરામપુરા પાસે પૂરઝડપે આવતી ઈનોવા કારે ડિવાઇડર કુદાવ્યું, રોગ સાઇડે કારને અડફેટે લેતા યુવાનનું મોત.
Khambhat, Anand | Jun 30, 2026 ખંભાત ધર્મજ હાઇવે પર વાડોલા -શિવરામપુરા પાસે સર્જાયેલા એક ગમખ્વાર કાર અકસ્માતમાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. ઈનોવા કાર નં. GJ-23-AF-0010 ના ચાલકે પોતાની કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી હતી. અને ડિવાઈડર કુદાડી રોંગ સાઈડમાં જઈને ગ્રાન્ડ આઈ 10 નિયોશ કારમાં સવાર યુવાનને અડફેટે લીધો હતો.અકસ્માતમાં ઉમાકાંત યક્ષરક્ષાભાઈ પાંડેને માથાના ભાગે, છાતીના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું છે.