Public App Logo
વેરો ઉઘરાવે છે.પણ પીવાના પાણીની વ્યવસ્થા ખરાબ છે. તો વેરા નું કરો છો શું.....? ભાણવડ ગામમાં ખરાબ પાણીની ફરિયાદ બાબતે AAP ના આગેવાનો દ્વારા નગરપાલિકાના પાણી વિતરણ ફિલ્ટર પ્લાન્ટની પોલ ખોલી નાખી... રાજાશાહી વખતના દેશી ફિલ્ટર પ્લાન્ટમાં સ્થળ પરના કર્મચારી દ્રારા જણાવવામાં આવ્યા મુજબ પાણીના જે હોજ છે તેમાં રેતી બદલવાનો સમય થઈ ગયો છે જે અંગે પાલિકા તંત્રને સૂચિત કરવામાં આવ્યું છે પરંતુ જવાબદાર લોકો દ્રારા આ બાબત કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.હોજની હાલત એવી છે કે, દીવાલો તેમજ તળિયે સેવાળ જામી ગયો છે અને પાણી એકદમ ડહોળું દેખાઈ રહ્યું હતું... આમ આદમી પાર્ટી, ભાણવડ શહેર પ્રમુખ હિતેન્દ્રસિંહ જાડેજા, ઇમ્તિયાઝભાઈ બુખારી, કિર્તીસિંહ જાડેજા,જાવેદભાઈ બુખારી,હુશેનભાઈ હિંગોરા વિગેરે આગેવાનોએ નગરપાલિકાના પાણી વિતરણ ફિલ્ટર પ્લાન્ટની રૂબરૂ મુલાકાત લીધી હતી... શહેર પ્રમુખ *શ્રી હિતેન્દ્રસિંહ જાડેજા* એ જણાવ્યું કે "જો 7 દિવસમાં નગરપાલિકા દ્વારા આ બાબતે કોઈ નક્કર પગલાં નહીં લેવાય તો આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. નાગરિકોને સ્વચ્છ પાણી મળવું એ અમારો અધિકાર છે." - Okhamandal News