જાંબુઘોડા: જાંબુઘોડા ખાતે ડોક્ટર્સ ડે ની ઉજવણી કરાઈ,108 ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સ અને તબીબી સાધનોની સફાઈ કરી
આજે 1લી જુલાઈ એટલે કે 'નેશનલ ડૉક્ટર્સ ડે' નિમિત્તે સમગ્ર દેશમાં તબીબોની સેવાની સરાહના કરવામાં આવી રહી છે, ત્યારે જાંબુઘોડા ખાતે પણ આ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જાંબુઘોડા 108 ઇમરજન્સી સેવાના સ્ટાફ દ્વારા જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.