અંજાર: ભુવડમાં વીજથાંભલામાં કરંટ લાગતાં રાષ્ટ્રીય પક્ષી મોરનું મોત,વીજપોલોની જોખમી ખામીઓ દૂર કરવા લોકમાંગ #Jansamasya
Anjar, Kutch | Jul 2, 2026 અંજાર તાલુકાના ભુવડ ગામમાં વિજશોકથી રાષ્ટ્રીય પક્ષીનાં મોતનો બનાવ બનતા અરેરાટી સાથે આક્રોશ ભભૂકી ઊઠયો છે. આ અંગે મળતી વિગતો મુજબ મચ્છુ માતાજીનાં મંદિર નજીક આવેલા વીજપોલમાં કરંટ ઉતરતાં એક મોર તેનો ભોગ બન્યો હતો. સ્થાનિકોએ મૃત મોરને જોતાં જ સંબંધિત તંત્રને જાણ કરી હતી.ગામના આગેવાનોએ સંબંધિત વિભાગનો સંપર્ક કરી સમગ્ર ઘટનાની તપાસ કરવા, વીજપોલોની તાત્કાલિક તપાસ કરીને જોખમી ખામીઓ દૂર કરવા તથા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.