પાલીતાણા: સગાપરા ગામે મોરારીબાપુની કથા માટે તડામાર તૈયારીઓ
પાલીતાણા તાલુકાના સગાપરા ગામે પૂજ્ય વિજયગીરી બાપુ આશ્રમ, કૈલાશ ટેકરી ખાતે આગામી 18 એપ્રિલના રોજ પૂજ્ય મોરારી બાપુની કથા યોજાનાર હોવાથી આયોજનકારો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કથાના આયોજનને લઈ સ્થળ પર વ્યવસ્થા, પાર્કિંગ, પાણી અને રહેઠાણ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જેથી મોટી સંખ્યામાં આવનારા શ્રોતાઓને કોઈ અગવડ ન પડે.