દાહોદ અને દેવગઢ બારીયા વિસ્તારમાંથી બે મોબાઈલ ચોરીની ઘટનામાં દાહોદ એલસીબી પોલીસે આ બંન્ને ગુન્હામાં સંડોવાયેલ બે આરોપીઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલ બંન્ને મોબાઈલ ફોન રીકવર કર્યાનું જાણવા મળે છે.
દાહોદ શહેરમાંથી અને દેવગઢ બારીઆ વિસ્તારમાંથી થોડા દિવસો પહેલા મોબાઈલ ચોરીની ઘટના બની હતી. આ મોબાઈલ ચોરીની ઘટના સંદર્ભે દાહોદ એલસીબી પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટેની કામગીરી હાથ ધરી હતી જેમાં પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી આ બંન્ને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ જેમાં સંદિપભાઈ મહેશભાઈ સરાણીયા (રહે.રળીયાતી, લક્ષ્મીનગર પાછળ, તા.જિ.દાહોદ) અને ધરમસિંહ હરીરામ ચૌહાણ (રહે.દેવભુમી દ્વારકા)નાઓને તેઓના આશ્રમય સ્થાને પોલીસે ઝડપી પાડી આ બંન્ને ઈસમોએ ચોરી કરેલ બંન્ને મોબાઈલ ફોન પણ પોલીસે રીકવર કરી આ સંબંધે દાહોદ એલસીબી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Dohad, Dahod | Jun 14, 2026