"મારા શબ્દોથી કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલથી માફી માંગું છુ" : – કૃષિમંત્રી રમેશ કટારા
ગોધરાના કાર્યક્રમ દરમિયાન કરાયેલા નિવેદન બાદ સર્જાયેલા વિવાદ વચ્ચે કૃષિમંત્રી રમેશ કટારાએ જાહેરમાં શિક્ષક સમાજની માફી માંગી છે. તેમણે જણાવ્યું કે શિક્ષકો સમાજના ઘડવૈયા છે અને તેમના પ્રત્યે હંમેશા માન-આદર રહ્યો છે. પોતાના શબ્દોથી કોઈની લાગણી દુભાઈ હોય તો દિલથી માફી માંગતા તેમણે સ્પષ્ટ કર્યું કે, શિક્ષક સમાજનું અપમાન કરવાનો તેમનો કોઈ ઇરાદો નહોતો.
#RameshKatara #Teachers #GujaratPolitics #Education #dahod
Dohad, Dahod | Jun 15, 2026