દાહોદ તાલુકામાં બે દિવસમાં એક સાથે ૪ લુંટની ઘટના બનતાં સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે જેમાં ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થતાં વાહન ચાલકોની અજાણ્યા લુંટારૂઓએ આંતરી તેઓની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન, સોના-ચાંદીના દાગી મળી લાખ્ખોનો મુદ્દામાલની લુંટ કરી અજાણ્યા લુંટારૂઓ ફરાર થઈ જવાના આ ચાર બનાવોને પગલે સ્તબ્ધતા વ્યાપી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં ચોર, લુંટારૂઓને હવે મોકળું મેદાન મળી રહ્યું છે. કાયદાનો કોઈ ડર ન હોઈ અને જાણે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતાં ચોર, લુંટારૂઓની હિંમત ખુલતા દાહોદ તાલુકામાં ચાર અલગ અલગ સ્થળોએ લુંટારૂઓએ વાહન ચાલકોને નિશાન બનાવ્યાં છે જેમાં પ્રથમ બનાવમાં ગત તા.૬ જુનના રોજ ગરબાડાના પાંદડી ગામે માળ ફળિયામાં રહેતાં પરેશભાઈ રતનભાઈ ડામોર તથા તેમના મિત્ર એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ દાહોદના કાળીતળાઈ ગામે દાહોદથી ઝાલોદ તરફ જતાં રસ્તા પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બે મોટર�
Dohad, Dahod | Jun 14, 2026