અંજાર: જી.આઈ.ડી.સી વિસ્તારમાં થયેલ કોપર વાયર ચોરીના ગુનાનો અંજાર પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા
Anjar, Kutch | May 18, 2026 અંજાર તાલુકાના જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ મુરલીધર મોટર્સ નામના ટ્રકના વર્કશોપમાંથી ચોરાયેલ કોપર વાયર ચોરીના ગુનાનો અંજાર પોલીસે ભેદ ઉકેલી બે આરોપીઓ નારણભાઈ અરજણભાઈ ગોયલ તથા સચીન બુદ્ધીલાલ સથવારાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.પોલીસે બંને આરોપીઓ ન પાસેથી અંદાજે ₹33,600 ની કિંમતનો કોપર વાયર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.