ગાંધીધામ: ગણેશનગરમાં પ્લોટ મુદ્દે બે જૂથ વચ્ચે હિંસક અથડામણ : મહિલાઓ સહિત અનેક ઇજાગ્રસ્ત
ગણેશનગર વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં મહિલાઓ સહિત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સૂત્રોના જણાવ્યા મુજબ પ્લોટના મુદ્દે બંને જૂથો વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા અથડામણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.