ગાંધીધામ: પંડિત દિનદયાળ હોલ ખાતે ભાજપનું ભવ્ય ‘વિજય વિશ્વાસ સંમેલન’ યોજાયું;બાવન પતા મેદાને,કાર્યકરોમાં ભારે ઉત્સાહ
ભારતીય જનતા પાર્ટી ગાંધીધામ મહાનગર દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં પંડિત દીનદયાલ હોલ ખાતે ભવ્ય 'વિજય વિશ્વાસ સંમેલન’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભાજપના દિગ્ગજ નેતાઓ અને હજારો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આગામી ચૂંટણીમાં ગાંધીધામમાં ભવ્ય વિજય મેળવી ભાજપનો ભગવો લહેરાવવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.