માળીયા: માળીયાના ચાર રસ્તા નજીકથી બે બોલેરોમાં કતલખાને લઈ જવાતા 18 પશુઓ સાથે ચાર ઇસમો ઝડપાયા
Maliya, Morbi | May 4, 2025 માળીયા નજીક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બે બોલેરો ગાડીને ગૌરક્ષકો દ્વારા રોકવામાં આવી હતી જે બંને ગાડીમાંથી કુલ મળીને 18 અબોલજીવ મળી આવ્યા હતા જેને બાંધીને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હતા જેથી કરીને માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોધાવવામાં આવતા પોલીસે ચાર શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.