માળીયા: મોરબી-માળીયા હાઇવે ઉપર ટ્રક ટ્રેઇલરના ચાલકે હડફેટે લેતા બાઈક ચાલક વૃદ્ધનું મોત
Maliya, Morbi | May 3, 2025 મોરબી - માળીયા નેશનલ હાઇવે ઉપર આરામ હોટલ સામે જીજે - 12 - બીઝેડ - 8639 નંબરના ટ્રક ટ્રેઇલર ચાલકે જીજે - 36 - એએચ - 3772 નંબરનું બાઈક લઈને જઈ રહેલા સીદીકભાઈ ગગાભાઈ મિયાણા ઉ.60 રહે.માળીયા મિયાણા વાળાને પાછળથી ઠોકર મારી હડફેટે લઈ ટ્રક નીચે કચડી નાખતા સીદીકભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પુત્ર અનવરભાઈ જેડાએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ટ્રેઇલર ચાલક વિરુદ્ધ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.