માળીયા: સરવડ નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા, 3.30 લાખનો મુદ્દામાલ જપ્ત
Maliya, Morbi | Apr 30, 2025 માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામ નજીક હાઇવે ઉપરથી પોલીસ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સ્વિફ્ટ કારમાં દારૂનો જથ્થો ભરીને નીકળેલા બે શખ્સોને 3.30 લાખના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી પાડી બંને ઈસમો વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.