માળીયા: માળિયા મિયાણાની નાની બરાર તાલુકા શાળાના વિદ્યાર્થીઓનો જ્ઞાન સાધના પરીક્ષામાં ઉત્કૃષ્ટ દેખાવ...
Maliya, Morbi | May 2, 2025 રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે દર વર્ષે જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે માળિયા(મિયાણા) તાલુકાની નાની બરાર તાલુકા શાળાના ધોરણ 8 ના કુલ 13 વિદ્યાર્થીઓ પૈકી 10 વિદ્યાર્થીઓએ આ પરીક્ષામાં ભાગ લીધો હતો. જેમાંથી બધા વિદ્યાર્થીઓએ ખૂબ સારા માર્કસ સાથે આ પરીક્ષા પાસ કરી છે.