માળીયા: તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તથા બેસ્ટ એન્કરીંગ સ્પર્ધા યોજાઈ
Maliya, Morbi | May 1, 2025 માળિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા માળિયા (મિયાણા) તાલુકા પંચાયતના સભાખંડમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા બેસ્ટ એન્કરીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાઓમાંથી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. બેસ્ટ એન્કરીંગ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબરને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.