ગાંધીધામ: ચેમ્બરના પ્રયાસોને મળી સફળતા: સ્ટાર એર દ્વારા ભુજ-મુંબઈ ફ્લાઈટ સેવા શરૂ ;ચેમ્બરના સભ્યો માટે ડિસ્કાઉન્ટથી ખુશીની લાગણી
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સતત પ્રયાસોથી કચ્છને વધુ એક મોટી સુવિધા પ્રાપ્ત થઈ છે. સ્ટાર એર દ્વારા આગામી 20મી મેથી ભુજ-મુંબઈ વચ્ચે અઠવાડિયામાં બે દિવસ નિયમિત ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવનાર છે, જેના કારણે વેપાર, ઉદ્યોગ, પ્રવાસન અને વૈશ્વિક કનેક્ટિવિટીને નવી દિશા મળશે.ચેમ્બરના સભ્યો માટે સ્ટાર એર દ્વારા “GCCI500” પ્રોમો કોડ હેઠળ રૂ. 500 સુધીની વિશેષ ડિસ્કાઉન્ટ ઓફર પણ જાહેર કરવામાં આવી છે.