ગાંધીધામ: કચ્છ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખનું પક્ષમાંથી રાજીનામું
કચ્છ જિલ્લા કોંગ્રેસ સોશિયલ મીડિયા પ્રમુખ દશરથ જોશીએ પક્ષના હોદ્દા અને સભ્યપદેથી રાજીનામું આપી દેતા ખળભળાટ મચી ગયો છે. પ્રદેશ પ્રમુખને પાઠવેલા પત્રમાં તેમણે આરોપ લગાવ્યો છે કે કચ્છમાં ટિકિટોની વહેંચણીમાં પક્ષના હિતોનો 'વેપાર' થયો છે અને જાણીજોઈને નબળા ઉમેદવારો ઉભા રાખી બેઠકો બિનહરીફ કરાવાઈ છે. ઓડિયો ક્લિપ વિવાદ અને ભ્રષ્ટાચારના આક્ષેપો છતાં જિલ્લા નેતૃત્વ દ્વારા લેવાયેલા નિર્ણયોથી નારાજ થઈ તેમણે 20 વર્ષ જૂનો સાથ છોડવાનો નિર્ણય લીધો છે.