અંજાર: મેઘપર કુંભારડી વિસ્તારમાંથી “જય ગોગા મહારાજ” લખાણવાળો ટેટૂ ધરાવતો અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
Anjar, Kutch | Apr 20, 2026 અંજાર પોલીસને તા. 19 એપ્રિલના રોજ આદિત્યનગરથી શનિદેવ મંદીર વચ્ચે મેઘપર કુંભારડી,તા.અંજાર વાળી જગ્યા પર બેભાન હાલતમાં આશરે 55 થી 60 વર્ષનો પુરુષ મળી આવેલ હતો.જેનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હતું. મરણજનાર ઘંઉ વર્ણ,પાતળા બાંધાનો,ઉંચાઈ 5 ફૂટ 8 ઈંચ તથા જેને જમણા હાથે બાવળામાં નાગ તેમજ ગુજરાતીમાં જય ગોગા મારાજ તેમજL.N.J.M.તથા ગુજરાતીમાં આહીરનું નિશાન છે જેની બોડીનું પીએમ થયા બાદ મૃતદેહને સિવીલ હેસ્પિટલ,અસારવા અમદાવાદ કોલ્ડરૂમમાં રાખવામાં આવેલ છે.