ગાંધીધામ: બી ડિવિઝન પોલીસ દ્વારા કિડાણા ગામના માથાભારે વ્યાજખોર ઈસમને તડીપાર કરાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ હરકતમાં છે. પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ કિડાણાના માથાભારે ઈસમ સુલતાન ગની છુછીયાને જિલ્લાપાર કરવામાં આવ્યો છે.વ્યાજખોરી જેવા અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા આ શખ્સ વિરુદ્ધ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તડીપારની દરખાસ્તને એસ.ડી.એમ. અંજાર દ્વારા મંજૂરી આપવામાં આવતા આરોપીને કચ્છ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લામાંથી હદપાર કરાયો છે.