જેસર: જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી ઝાપટા પડયા
જેસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ખાસ કરીને ચોક ચેવડીવદર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી હતી. ત્યારે અચાનક વરસાદી ઝાપટા પડતા ખેડૂતોમાં પાકને જીવનદાન મળવાની આશા જાગી છે. જોકે વરસાદનું પ્રમાણ ઓછું હોવાથી ખેડૂતો હજુ પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે.