વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા ઇશાન પાર્કમાં એક બંધ રો-હાઉસને તસ્કરોએ પોતાનો શિકાર બનાવ્યું છે. પરિવાર જ્યારે કામ અર્થે ઘર બંધ કરીને બહાર ગયો હતો, ત્યારે તકનો લાભ ઉઠાવીને અજાણ્યા ચોરોએ ઘરના તાળાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ચોરોએ ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને લાખો રૂપિયાની રોકડ મળીને કુલ ૪ લાખ ૪૫ હજારથી વધુના મુદ્દામાલની ચોરી કરી છે. આ મામલે વલસાડ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વલસાડના અબ્રામામાં નેશનલ હાઇવે ૪૮ પાસે, ટાટા શોરૂમની સામે આવેલા ઇશાન પાર્કના રો-હાઉસ નંબર ૨૧/૧ માં રહેતા અને ગુંદલાવ GIDC માં ફેક્ટરી ધરાવતા વેપારી બિનયભાઈના ઘરમાં આ ચોરીની ઘટના બની છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદી ગત ૭મી જૂનના રોજ સવારે પોતાનું ઘર બંધ કરીને ફેક્ટરીએ ગયા હતા. ત્યારબાદ ૯મી જૂનના રોજ સવારે જ્યારે તેઓ ઘરે પરત ફર્યા, ત્યારે તેમના ઘરના મેઇન દરવાજાનું અને સેફ્ટી ગ્રીલનું તાળું તૂટેલું જોવા મળ્ય�
Valsad, Valsad | Jun 10, 2026