ખંભાત: \દરબાર ગઢમાં ઇ.સ.1793માં નિર્મિત ઐતિહાસિક સુખડના બેનમૂન તાજિયાની સ્થાપના કરાઇ, દર્શાનાર્થીઓની ભીડ ઉમટી
Khambhat, Anand | Jun 24, 2026 ખંભાતમાં મહોરમ પર્વની ઉજવણીની ઠેર-ઠેર તૈયારીઓ ચાલી રહી છે.જેમાં ખંભાત શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં સુંદર અને કલાત્મક તાજીયા તૈયાર કરવામાં આવ્યા છે.ખંભાતના દરબાર ગઢમાં ઇ.સ.1793માં નિર્માણ પામેલ સુખડના બેનમૂન તાજિયા હાલમાં દર્શન અર્થે મૂકવામાં આવ્યા છે.તાજીયાના દર્શન અર્થે દર્શનાર્થીઓની ભીડ ઉમટી પડી હતી.મહત્વનું છે કે, ખંભાતનું વિલીનીકરણ થતા પહેલાં શિયાપંથના મોગલ રાજકર્તા નવાબો આ મહોરમના દિવસો ઘણી જ ધાર્મિક રીતે મોટા ખર્ચે અને વંશ પરંપરાગત ઉજવતા.