ગાંધીધામ: ડીપીએ કંડલા ખાતે બંદર શ્રમિકો માટે સપ્તાહભર “અન્નક્ષેત્ર” અને છાશ વિતરણ સેવા શરૂ
બંદર વિસ્તારમાં દિવસ-રાત મહેનત કરતા શ્રમિકોના કલ્યાણ અને સુખાકારીને સમર્પિત એક માનવતાભરી પહેલ અંતર્ગત ડીપીએ કંડલાના ચેરમેન સુશીલ કુમાર સિંગ, IRSME દ્વારા કાર્ગો તારીખ 24 મેના રોજ જેટી નં. 16 ખાતે સપ્તાહભર ચાલનારી “અન્નક્ષેત્ર” તથા છાશ વિતરણ સેવાનો રિબન કાપીને શુભ પ્રારંભ કરાયો હતો.