ગાંધીધામ: મનપા દ્વારા ફાયર કંટ્રોલ રૂમનો નંબર જાહેર કરાયો
ગાંધીધામ મનપા દ્વારા વહીવટી વિસ્તારના તમામ નાગરિકો માટે એક અગત્યની જાહેર અપીલ બહાર પાડવામાં આવી છે. મનપા પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં કોઈપણ સ્થળે આગ લાગવાની કે તેને સંબંધિત કોઈ પણ કટોકટી સર્જાય તો જાનમાલનું નુકસાન અટકાવવા માટે તરત જ ફાયર વિભાગનો સંપર્ક કરવો.આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ થઈ શકે તે માટે મનપા દ્વારા ખાસ ફાયર કંટ્રોલ રૂમ નંબર 99789 20101 કાર્યરત કરીને તેના પર સંપર્ક કરવા જણાવાયુ છે.