મણિનગર: ન્યૂ મણિનગર વિસ્તારમાં કટ બંધ કરાતા લોકોને હાલાકી#Jansamasya
ન્યુ મણિનગર વિસ્તારના લોકો માટે મુશ્કેલી વધારતી મોટી ખબર સામે આવી છે. ધારાસભ્યના નિર્ણયથી બરોડા હાઈવે પરનો કટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક રહીશોએ લાંબો ચક્કર મારીને પસાર થવું પડશે. રસ્તો બંધ કરતા પહેલા ટ્રાફિક વ્યવસ્થા કે જનતાની સુવિધાનો કોઈ જ વિચાર ન કરવામાં આવતા નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.