જાંબુઘોડા: જાબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનો તાલીમ કાર્યક્રમ યોજાયો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.ચૂંટણી પ્રક્રિયા સંપૂર્ણપણે નિષ્પક્ષ, પારદર્શી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી આજે રવિવાર ના રોજ જાંબુઘોડા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓની ખાસ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પીપીટી (PPT) ના માધ્યમથી ગહન માર્ગદર્શન આપવા માં આવ્યું હતું